ટંકારા પોલીસ મથક વિસ્તારમાં થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી ટંકારા પોલીસ દ્વારા ચોરી કરનાર આરોપીને પૂર્વ બાતમીને આધારે પકડી લઈ ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન રિકવર કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય.કે.ગોહિલની સુચના અને માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ હતી કે ટંકારા પોલીસ માથાક વિસ્તારમાં ચોરી થાય મોબાઇલ ફોનની ઈ-એફઆઈઆર નોંધાઈ હતી. જેમાં ચોરાયેલ મોબાઈલ ફોન ટંકારાના આશાબાપીરની દરગાહ પાસે રહેતો કાસમ ઉર્ફે કાસલો ઇબ્રાહીમભાઇ સુમરા પાસે હોવાની બાતમીને આધારે ઈસમના ઘરે જઈ તે ઇસમની ઝડતી તપાસ કરતા એક ઓપો કંપનીનો મોબાઇલ મોડલ નંબર F-25 પ્રો. કિં.રૂ. ૨૩ હજારવાળો મોબાઈલ ફોન મળી આવેલ હતો જે બાબતે પુછપરછ કરતા તેણે આ મોબાઈલ ચોરી કરેલાની કબુલાત આપી હતી. આ સાથે આરોપી કાસમભાઇ ઉર્ફે કાસલો ઇબ્રાહીમભાઇ સુમરા ઉવ.૨૭ રહે.ટંકારા કલ્યાણપર રોડ આશાબાપીરની દરગાહ પાસેની અટક કરવામાં આવી છે. ટંકારા પોલીસે પકડાયેલ આરોપી પાસેથી ચોરીનો મોબાઇલ કબ્જે કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.