મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રીનગર-૨ સોસાયટીમાં કલર કામ કરતા સમયે બાજુમાં નવી બનતી બિલ્ડિંગમાં સેંટિંગ કામ ચાલુ હોય ત્યારે અકસ્માતે લોખંડનો સળીયો નીચે કલર કામ કરનાર પરપ્રાંતિય યુવકના માથામાં પડતા સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીની કબીર ટેકરી શેરી નં.૮ માં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના ઘોઘરા ગામે રહેતા કિશન રામજીગીન ગોડ ઉવ.૧૮ ગત તા.૩૦/૦૯ના રોજ રવાપર રોડ ગાયત્રીનગર-૨ માં ભોગીલાલ અઘારાના ઘર પાસે કલર કામ કરતા હોય ત્યારે બાજુમાં નવી બનતી બિલ્ડિંગમાં સેંટિંગનું કામ ચાલુ હોય તે દરમિયાન અકસ્માતે લોખંડનો સળીયો નીચે કલર કામ કરી રહેલ કિશનભાઈના માથા ઉપર પડતા, બેભાન હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલ તા.૦૩/૧૦ના રોજ કિશનભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતક કિશનભાઈના પિતા રામજીગીન જગદીશ ગોડ દ્વારા આપેલ પ્રાથમિક વિગતોને આધારે સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવની અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.