Tuesday, October 15, 2024
HomeGujaratમોરબી:ભાડે આપેલ સેન્ટીંગના માલ-સામાનનો હિસાબ માંગતા પિતા-પુત્રને ધોકા-પાઈપથી માર મારતા ચાર સામે...

મોરબી:ભાડે આપેલ સેન્ટીંગના માલ-સામાનનો હિસાબ માંગતા પિતા-પુત્રને ધોકા-પાઈપથી માર મારતા ચાર સામે ફરિયાદ

મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહી સેન્ટીંગનો માલ-સામાન ભાડે આપતા પ્રૌઢે ભાડે આપેલ માલ-સામાનનો હિસાબ અને રૂપિયા માંગતા જે બાબતે આરોપીને સારું નહીં લાગતા જેમ ફાવે તેમ ગાળો બોલી પ્રૌઢ અને તેના પુત્રને ચાર શખ્સો દ્વારા લાકડાના ધોકા તથા પાઇપ વડે બેફામ માર મારવામાં આવ્યો હતો. ત્યારે બાંબે પિતા-પુત્રને ૧૦૮ મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોય જ્યાંથી તેમણે પોલીસ સમક્ષ ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના શનાળા બાયપાસ નજીક ગોકુલનગરમાં રહેતા ધરમશીભાઈ મોહનભાઇ જાંબુકીયા ઉવ.૫૨ એ એ ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી મનસુખભાઇ દેવકરણભાઈ સતવારા રહે.શનાળા બાયપાસ લાયન્સનગર, ટારઝન સતવારા,નરશી ભાઈ સતવારા તથા દેવકરણભાઈ સતવારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી મનસુખભાઇ દેવકરણભાઈ સતવારાને સેન્ટીંગનો માલ-સામાન ભાડે આપ્યો હોય તેનો હિસાબ અને રૂપિયા મનસુખભાઇ પાસે લેવાના બાકી હોય જેથી ફરિયાદી ધરમશીભાઈએ હિસાબ કરવા મનસુખભાઈને પોતાના ઘરે બોલાવ્યા હોય ત્યારે ગત તસ.૧૩/૧૦ના સાંજે ધરમશીભાઈ પોતાના ઘરે હોય ત્યારે ભાડે આપેલ સેન્ટીંગના માલ સામાનનો હિસાબ કરવા આવેલ મનસુખભાઇએ આવીને તુરંત ધરમશી ભાઈને ગાળો આપીને ઝપાઝપી કરવા લાગેલ ત્યારે ધરમશી ભાઈનો પુત્ર રાજુભાઇ ઘરની બહાર આવી બંનેને છુટા પાડ્યા હતા તે દરમિયાન મનસુખભાઈએ ફોન કરતા તેનો ભાઈ ટારઝન, કાકા તેમજ પિતા સહિતના ત્યાં આવીને ધરમશીભાઈને અને તેના પુત્રને ધોકા પાઈપથી બેફામ માર મારવા લાગ્યા હતા જેથી પાડોશીઓ એકઠા થઇ જતાં ચારેય ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારે બંને પિતા-પુત્રને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. હાલ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!