Tuesday, October 15, 2024
HomeGujaratમોરબી:સરકારી શિક્ષકે વ્યાજે લીધેલા ૫૦ લાખની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી...

મોરબી:સરકારી શિક્ષકે વ્યાજે લીધેલા ૫૦ લાખની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

વેપાર-ધંધા માટે લીધેલ વ્યાજે રૂપિયાનું વ્યાજ-મુદ્દલ ન આપી શકનાર શિક્ષકના ઘરે જઈ ત્રણ વ્યાજખોરે આપી ધમકી

- Advertisement -
- Advertisement -

મોરબીના રાજપર ગામે રહેતા અને લખધીરપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સરકારી શિક્ષકે સેલ્સ એજન્સીના ધંધામાં રૂપિયાની જરૂરિયાત ઉભી થતા બે વ્યાજખોર પાસે કુલ ૫૦ લાખ ૧૦% લીધા હોય જે બાદ તેનું વ્યાજ કે મુદ્દલ પરત ન કરતા બંને વ્યાજખોર સહિત ત્રણ શખ્સો શિક્ષકના ઘરે જઈ આપેલ પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામે રહેતા હરેશભાઇ ઉર્ફે હિરેનભાઈ ગોરધનભાઇ વડગાસીયા ઉવ.૩૩ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી ધર્મેન્દ્રભાઈ રાઠોડ રહે. મોરબી, ગોપાલભાઈ ગજેન્દ્રભાઈ ભટ્ટ રહે.વિરપર તા.ટંકારા તથા માલદેભાઈ બાબુભાઇ આહીર રહે.સંકેત ઇન્ડિયા શોરૂમ પાછળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ હરેશભાઇ ઉર્ફે હિરેનભાઈના ઘરે વ્યાજે આપેલ રૂપિયાની ઉઘરાણી બાબતે જઈ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

વધુમાં ફરિયાદી હરેશભાઇ ઉર્ફે હિરેનભાઈએ આજથી આઠ માસ પહેલા સેલ્સ એજન્સીના ધંધામાં રૂપિયાની જરૂરિયાત ઉભી થતા આરોપી ધર્મેદ્રભાઈ રાઠોડ પાસેથી ૩૦ લાખ માસીક ૧૦% વ્યાજે લીધા હોય બાદ વધુ રૂપિયાની જરૂરમાં હરેશભાઇ મિત્ર વિરપર રહેતા આરોપી ગોપાલભાઈ ભટ્ટ પાસે વધારાના ૨૦ લાખ ૧૦% વ્યાજે લીધા ત્યારે કુલ રૂપિયા ૫૦ લાખનું નિયમિત વ્યાજ આપતા હોય ત્યારબાદ હરેશભાઇ પાસે વધુ રૂપિયાની સગવડ ન થતા વ્યાજ કે મુદ્દલની ચુકવણી ન કરતા ગઇ તા.૧૧/૧૦ના રોજ ઉપરોક્ત બંને આરોપી તેમજ તેને સાથેના ફરિયાદી હરેશભાઇના મિત્ર માલદેભાઈ આહીર એમ ત્રણેય હરેશભાઇના રાજપર ગામ સ્થિત ઘરે જઈ આપેલ રૂપિયાની ઉઘરાણી કરતા હરેશભાઈએ હાલ સગવડતા ન હોવાનું જણાવતા ત્રણેય આરોપીએ ઉશ્કેરાઈ ધમકી આપી હતી કે પરત રૂપિયા નહીં આપે તો હરેશભાઇ અને તેના ભાઈ મનીષભાઈને જાનથી મારી નાંખશું જેવી ધમકી દઈને ચાલ્યા ગયા હતા. હાલ તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે નાણા ધીરધાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!