Saturday, October 19, 2024
HomeGujaratમોરબીના માધાપર વિસ્તારમાં જાગેરમાં તીનપત્તીના જુગારની મહેફિલ માણતા ૫ જુગારી ઝડપાયા

મોરબીના માધાપર વિસ્તારમાં જાગેરમાં તીનપત્તીના જુગારની મહેફિલ માણતા ૫ જુગારી ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માધાપર શેરી નં.૧૫ ના નાકે જાહેરમાં ગોળ કુંડાળું કરી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા બિપીનભાઈ અંબાલાલભાઈ જાલરીયા ઉવ.૫૬ રહે.મોરબી કામધેનુ પાર્ટી પ્લોટ સામે તુલસીકુંજ એપાર્ટમેન્ટ, રમેશભાઈ ખોડાભાઈ પરસાડીયા ઉવ.૫૫ રહે.મોરબી માધાપર શેરી નં.૧૭, કિશોરભાઈ મોહનભાઈ કાથરાણી ઉવ.૫૫ રહે.સર્વોદય પાર્ક મોરબી, ઈન્દુભાઈ સવજીભાઈ લાઘણોજા ઉવ.૭૪ રહે.રવાપર-ઘુનડા રોડ રંગધરતી એપાર્ટમેન્ટ તથા પંકજભાઈ હસમુખભાઈ લાઘણૉજા ઉવ.૩૨ રહે.મોરબી માધાપર શેરી નં.૧૬ વાળાને રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૨,૭૫૦/- કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!