Tuesday, October 22, 2024
HomeGujaratમોરબી:બાઇકમાં સવાર બે ઈસમો ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે પકડાયા,સપ્લાયરની શોધખોળ

મોરબી:બાઇકમાં સવાર બે ઈસમો ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે પકડાયા,સપ્લાયરની શોધખોળ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ શેરી નં.૨-૩ ની વચ્ચે સ્પ્લેન્ડર બાઇક રજી.નં. જીજે-૩૬-એમ-૮૮૬૫માં શંકાસ્પદ હાલતમાં નીકળેલ બે ઇસમોને રોકી તેમની તલાસી લેતા ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. આ સાથે બંને આરોપી રવિભાઈ રામજીભાઈ બાંભણીયા ઉવ.૨૩ રહે.મોરબી વજેપર શેરી નં.૧૩ તથા સંજયભાઈ ગંગારામભાઈ બાંભાણીયા ઉવ.૨૮ રહે.મોરબી વજેપર શેરી નં.૧૧ વાળાની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલ બંને આરોપીઓની સઘન પૂછતાછમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાને ઇરાદે મોરબી કબીર ટેકરી વિસ્તારમાં રહેતા આરોપી સાહિલ સીદીકભાઈ ચાનીયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી, જેથી સીટી એ ડિવિઝન પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો તથા સ્પ્લેન્ડર બાઇક સહિત કુલ કિ.રૂ.૫૨,૦૮૮/-નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ સને પ્રોહી.હેરહલ ગુનો દાખલ કરી સપ્લાયર આરોપીની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!