Thursday, October 24, 2024
HomeGujaratમોરબીમાં એકટીવા મોપેડમાં દેશી દારૂની ખેપ મારતા બે બુટલેગર પોલીસ ઝપટે ચડ્યા

મોરબીમાં એકટીવા મોપેડમાં દેશી દારૂની ખેપ મારતા બે બુટલેગર પોલીસ ઝપટે ચડ્યા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શકત શનાળા-ઘુનડા રોડ ઉપર એકટીવા મોપેડ રજી.નં. જીજે-૩૬-એઈ-૨૪૧૪માં ગેરકાયદેસર રીતે ૧૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરતા આરોપી દિલીપભાઇ દીનેશભાઇ સોલંકી ઉવ.૩૩ રહે.શકત શનાળા ગામ મુરલીધર હોટલ પાછળ તથા આરોપી રવુભા બનુભા ઝાલા ઉવ.૪૯ રહે.શકત શનાળા ગામવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ સાતગે એ ડિવિઝન પોલીસ ટીમે દેશી દારૂ તથા એકટીવા મોપેડ સહિત કિ.રૂ. ૩૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!