Sunday, October 27, 2024
HomeGujaratવાંકાનેર:કારનો ફિલ્મી ઢબે પીછો કરી ૫૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે એકની...

વાંકાનેર:કારનો ફિલ્મી ઢબે પીછો કરી ૫૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત in

દેશી દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનારના નામ ખુલતા કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે દેશી દારૂ ભરેલ આઈ-૨૦ કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારને વાંકાનેર જીનપરા જકાતનાકા નજીકથી પકડી લેવામાં આવી હતી, આ સાથે કાર ચાલક આરોપીની અટક કરી કારમાં રહેલ અંદાજે ૧ લાખના ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો તેમજ કાર સહિત કુલ ૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, બીજીબાજુ પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં દેશી દારૂ મોકલનાર તેમજ મંગાવનાર બંનેના નામની કબુલાત આપતા તેને ફરાર દર્શાવી કાર ચાલક સહિત ત્રણ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમના હેડ.કોન્સ.ક્રિપાલસિંહ ચાવડા તથા લોકરક્ષક શક્તિસિંહ પરમારને ખાનગીરાહે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના જોધપર ગામે નેશનલ હાઇવે રોડ પર દેશી દારૂની હેરાફેરી કરનાર કારની વોચ તપાસમાં હોય તે દરમ્યાન દેશી દારૂ ભરી આવનાર હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર રજી. નંબર જીજે-૩૬-એફ-૦૭૫૯ વાળી નીકળતા તેને રોકાવવા પ્રયત્ન કરતા કાર ચાલકે કાર ઉભી નહીં રાખી વધુ સ્પીડમાં કાર ચલાવી વાંકાનેર તરફ નીકળી ગયેલ જેથી ખાનગી વાહન વડે કારનો પીછો કરી, ઉપરોક્ત કારને વાંકાનેર જીનપરા જકાતનાકા હાઇવે રોડ પરથી પકડી લેવામાં આવી હતી, ત્યારે કાર ચાલક આરોપી રફીક ઉર્ફે રફલો હબીબભાઇ વીકીયા ઉવ.૩૫ રહે.ચંદ્રપુર તા.વાંકાનેરવાળાને દેશી દારૂ લીટર-૫૦૦ ભરેલ આઇ-૨૦ કાર સાથે અટક કરવામાં આવી હતી. હતો. વાંકાનેર તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ દ્વારા પકડાયેલ આરોપીની આગવી ઢબે પૂછપરછમાં દેશી દારૂનો જથ્થો મોકલનાર સુરૂભા કાઠી દરબાર રહે.ખાટડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર તથા માલ મંગાવનાર આરોપી શીવરાજસિંહ સહદેવસિંહ ઝાલા રહે.વઘાસીયા તા.વાંકાનેરવાળાના નામની કબુલાત આપી હતી, જેથી પોલીસે બંને આરોપીઓને ફરાર દર્શાવી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, આ સાથે પોલીસે ૫૦૦ લીટર દેશી દારૂ આઈ-૨૦કાર સહિત ૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ધોરણસરની જરીવાહી હાથ દગારી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!