મોરબીના ઘુંટુ ગામે રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ ૩૪ વર્ષીય પરિણીતાએ આપઘાત કરતા તેનું મૃત્યુ નીપજ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના ઘુંટુ ગામે હરિઓમ પાર્ક મકાન નં એ/ ૧૦૩માં રહેતા હેતલબેન મનીષભાઈ જાદવ ઉવ.૩૪ એ પોતાના ઘરે કોઈ કારણોસર પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે મૃતક હેતલબેનની ડેડબોડી તેમના પતિ મનીષભાઈ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.