મોરબી જીલ્લા પોલીસની ઉત્કૃષ્ટ ટીમ એવી એલસીબી પોલીસ ટીમ દ્વારા દિવાળીની મોડીરાત્રીના ફાટકડાથી દાઝી ગયેલ નેપાળી બાળકને સારવાર અર્થે પોલીસ-જીપમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં દિવાળીના તહેવાર નિમિતે લોકોની સુરક્ષા તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં દિવાળીની રાત્રીએ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું, ત્યારે મોરબી જીલ્લા પોલીસની એલસીબી ટીમ શહેરમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન દિવાળીની મોડીરાત્રીએ નેપાળી શ્રમિક પરિવારનું બાળક ફટાકડાથી દાઝી ગયો હોય જેને સારવાર અર્થે લઈ જવા માટે રવાપર ચોકડી ખાતે કોઈ વાહનની રાહ જોઈ રહ્યું હોય ત્યારે એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં નીકળતા નેપાળી પરિવારે પોતાની આપવીતી તથા હાજર બાળકને જોય તુરંત એલસીબી ટીમના પીએસઆઈ ભોચીયા સાહેબ દ્વારા પોલીસ જીપમાં બેસાડી દાઝી ગયેલ બાળકને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું હતું.