ગુજરાતમાં જ્યાં એક તરફ દિવાળી તેમજ ભાઈબીજ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યા બીજી તરફ મોરબીમાં દંપતી વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો હોવાની ઘટના સામે આવી છે.જેમાં શ્રમિક દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની કરપીણ હત્યા નિપજાવી છે.
મોરબીમાં ભાઈબીજ રક્તરંજિત બની છે જેમાં મોરબીના પીપળી રોડ પર આવેલ મુરાનો સિરામિક ફેકટરીમાં લેબર ક્વાર્ટરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક દંપતી વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં પતિ કન્હૈયાલાલ માલવિયાએ પત્ની ધાપુબેનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી છે.આટલું જ નહિ પત્નીની કરપીણ હત્યા કરી પતી ફરાર ગઈ ગયો છે.ત્યારે બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એન.એ.વસાવા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે અલગ અલગ દિશાઓમાં વિવિધ ટીમોને કામે લગાડી ફરાર પતિના સગડ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.