રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને એમ.પી. નાં જાંબુઆ જીલ્લાના નેગડીયા ગામ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ની પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનનાં લુંટ / ધાડના ગુન્હામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતો ફરતો આરોપી કટીયા હમીર સિંગાડીયા (રહે. નેગડીયા તાલુકો કલ્યાણપુરા જીલ્લો જાંબુઆ (એમ.પી)) હાલ તેના રહેણાંક મકાને તળાઇ ફળીયા ગામ નેગડીયા તાલુકો કલ્યાણપુરા જાંબુઆ (એમ.પી) હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા જે હકીકત આધારે સ્થળ પર જઇ તપાસ કરતા આરોપી કટીયા હમીર સિંગાડીયા મળી આવતા મજકુરને હળવદ પોલીસ સ્ટેશન લાવી તા.૦૭/૧૧/૨૦૨૪ ના બી.એન.એસ.એસ. કલમ ૩૫ (ર) (જે) મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કામગીરી મોરબી એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.એન.પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એચ.ભોચીયા તથા પેરોલ ફર્લો સ્કવોડના કોન્સ્ટેબલ કૌશીકભાઈ મણવર તથા સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.