Thursday, November 21, 2024
HomeGujaratમોરબીના ફડસર ગામે ૭૦ વર્ષીય વૃદ્ધાએ એસીડ ગટગટાવતા મૃત્યુ નીપજ્યું

મોરબીના ફડસર ગામે ૭૦ વર્ષીય વૃદ્ધાએ એસીડ ગટગટાવતા મૃત્યુ નીપજ્યું

મોરબીના ફડસર ગામે રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલાએ કોઈ કારણોસર એસિડ ગટગટાવી અંતિમ પગલું ભર્યું હતું. જેને પગલે તેમને મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ ફડસર ગામમાં રહેતા ૭૦ વર્ષીય જયાબેન નાનજીભાઇ ચાવડાએ ગઈકાલ તા.૦૮/૧૧ ના રોજ પોતાના ઘરે એસિડ પી લેતા તેઓને ગંભીર હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલે પહોંચ્યા બાદ ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી જયાબેનને મૃત જાહેર કર્યા હતા, આપઘાતમાં મૃત્યુના આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!