Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર જીઆઈડીસી નજીક દારૂનું વેચાણ થતુ હોવાની બાતમીનાં આધારે મોરબી એ ડીવીઝન પોલીસે વોચ ગોઠવી મોરબીમાં શનાળા રોડ પર મનહરમીરરથી આગળના રસ્તે લખમણભાઇ મેપાભાઇ ગરચર(રહે.ભાડાનાં મકાનમાં વાવડી રોડ, મુળ પડધરી) ને આધાર પુરાવા વગર ભારતીય બનાવટના વિદેશી દારૂનીબોટલો નંગ ૩ (કિં.રૂ. ૬૩૦૦/-) તથા બિયરના ટીન નંગ ૩૦ (કિં.રૂ. ૩૦૦૦/-) મળી કુલ કિં.રૂ. ૯૩૦૦/- સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી લખમણ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!