Thursday, December 5, 2024
HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલના આઉટસોર્સ કર્મચારીઓના હક્ક માટે કોંગ્રેસની રજુઆત

મોરબી સિવિલ હોસ્પિટલના આઉટસોર્સ કર્મચારીઓના હક્ક માટે કોંગ્રેસની રજુઆત

મોમોરબી સિવિલ હોસ્પિટલના આઉટસોર્સ કર્મચારીઓના હક્ક માટે કોંગ્રેસની રજુઆત મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે સીવીલ અધિક્ષક ડો.દુધરેજીયા સાથે કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓએ મુલાકાત કરી અને કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી રહેલા વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં સિવિલ હોસ્પિટલમાં વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓને વર્ષમાં મળતી ૨૪ હક્ક રજાઓના પૈસા કોન્ટ્રાક્ટ એજન્સીઓ દ્વારા આ વર્ષે ચુકવવામાં આવ્યા નથી. આ મામલે કોંગ્રેસ પક્ષે તાત્કાલિક આકરા પગલાં ભરવા રજુઆત કરી છે, જેથી આ પૈસા તરત ચુકવવામાં આવે અને કર્મચારીઓનું શોષણ થતું અટકાવવામાં આવે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરસજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, જો આ કર્મચારીઓના હકના પૈસા ચુકવવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં તીવ્ર આંદોલન અને તમામ પ્રકારની લડત ચલાવવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!