મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા શરીર સબંધી ગુન્હાના અવાર નવાર પકડાયેલા તેમજ ફાયરિંગનો ગુન્હો આચરેલ ઈસમને પાસા કરવામાં આવ્યા છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ડીસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને પાસાની પ્રપોઝલ કરવામાં આવતા તે મંજૂર કરવામાં આવતા ઇસમને અમદાવાદની જેલ ખાતે વોરંટની બજવણી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકરાહુલ ત્રિપાઠીની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અવાર નવાર શરીરસબંધી તેમજ ફાયરીંગ કરેલના ગુનામા પકડાયેલ અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના આપતા અને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર શરીર સબંધી તેમજ ફાયરીંગના ગુન્હામાં પકડાયેલ અસામાજીક ઇસમ મહીપતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા ઉ.વ.૨૮ રહે.મોરબી શનાળા રોડ ઉમીયાસર્કલ યદુનંદન-૧ વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવી હતી. જે અંતર્ગત ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું. જેથી ઇસમને અમદાવાદ જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલી દેવામાં આવ્યો છે.