Thursday, December 26, 2024
HomeGujaratમોબાઇલ ચોરી:શર્ટના ખિસ્સામાં મોબાઇલ રાખવાવાળા ચેતી જજો,ખેડૂતની નજર ચૂકવી ગઠિયો કળા કરી...

મોબાઇલ ચોરી:શર્ટના ખિસ્સામાં મોબાઇલ રાખવાવાળા ચેતી જજો,ખેડૂતની નજર ચૂકવી ગઠિયો કળા કરી ગયો

મોરબી શહેરમાં શનાળા રોડ ખાતે આવેલ હોસ્પિટલમાં પત્નીને લઈને રૂટિન ચેકઅપ કરવા આવેલ હળવદ તાલુકાના રાતભેર ગામના ખેડૂતની નજર ચૂકવી શર્ટના ખિસ્સામાં રાખેલ મોબાઇલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા અંગે ભોગ બનનાર ખેડૂત દ્વારા અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના રાતભેર ગામે રહેતા દેવરાજભાઈ ચતુરભાઈ નદેહારીયા નામના ૨૨ વર્ષીય ખેડૂત યુવકે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા મોબાઇલ ચોર આરોપી સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં ગત તા.૦૬/૧૧ રોજ દેવરાજભાઈ તેમના પત્નીને લઈને શનાળા રોડ સ્થિત સમર્પણ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે આવ્યા હોય ત્યારે દેવરાજભાઈ સમર્પણ હોસ્પિટલના પગથિયાં પાસે ઉભા હોય ત્યારે દેવરાજભાઈએ પોતાનો આઈફોન-૧૩ મોબાઇલ શર્ટના ખિસ્સામાં રાખ્યો હોય તે દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ આરોપી દેવરાજભાઈની નજર ચૂકવી શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ સેરવી લીધો હતો, જે બાદ દેવરાજભાઈ હોસ્પિટલ ખાતે ઉપર ગયા ત્યારે તેમને પોતાના મોબાઇલ ચોરી અંગે જાણ થતા પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં મોબાઇલ ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા મોબાઇલ-ચોર આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!