મોરબીમાં વારંવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ ઈસમની અસામાજિક પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા મોરબી જીલ્લા પોલીસે વ્યાજખોર ઇસમની પાસા તળે અટકાયત કરી તેને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબીમાં ગેરકાયદેસરના ધંધાઓ અને અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા મોરબી જીલ્લા પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી, ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા વારંવાર ગેરકાયદેસર વ્યાજ વટાવના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી પારસ ઉર્ફે ભોલો મુકેશભાઈ જારીયા ઉવ.૨૬ રહે.રવાપર-ઘુનડા રોડ રવાપર રેસિડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૩ વાળા વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરાયું હતું, જે વોરંટ અન્વયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત આરોપીની પાસા એક્ટ તળે અટકાયત કરી તેને સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.