મોરબીના વીસીપરા વિસ્તારમાં કુલીનગર-૧ માં ૨૧ વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
મોરબીના વીસીપરાના કુલીનગર-૧ માં રહેતા શાનીયાબેન અલ્લાઉદીનભાઈ શાહમદાર ઉવ.૨૧ એ ગઈકાલ તા.૧૫/૧૧ના રોજ પોતાના ઘરે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી શાનીયાબેનના મૃતદેહને પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક શાનીયાબેનના બે વર્ષ પૂર્વે લગ્ન થયા હતા જે લગ્નગાળા દરમિયાન તેઓને સંતાનમાં એક દીકરો હોવાનું સામે આવ્યું છે. અકાળે મૃત્યુને ભેટેલા શાનીયાબેનના મરણ જવાથી પરિવારમાં શોક પ્રસરી ગયો છે, હાલ બી ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.