ટંકારા નજીક કમફર્ટ રિસોર્ટ હોટેલમાં ઝડપાયેલ હાઈ પ્રોફાઇલ જુગારધામની SMC ટીમને તપાસ સોંપાઈ હતી જે તપાસના રિપોર્ટના આધારે ડીજીપી વિકાસ સહાય દ્વારા પીઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે બાદ હવે આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમગ્ર મામલે SMC દ્વારા પીઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ વિરુધ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
ટંકારાના બહુ ચર્ચિત જુગારધામ કાંડ મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં તત્કાલીન પી.આઈ. વાય કે.ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરૂદ્ધ SMC દ્વારા ટંકારા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમાજ અગાઉ ટંકારામાં કમફર્ટ રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું. જ્યાંથી ૬૩.૧૫ લાખના મુદ્દામાલ સાથે નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે બનાવમાં તત્કાલીન પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ અને ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો ગુનો નોંધાયો છે. તેમજ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ એ ૫૧ લાખનો તોડ કર્યા અંગે પણ ગુનો નોંધાયો છે. ત્યારે આ સમગ્ર મામલે તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપવામાં આવી છે.