રાજકોટ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ દ્વારા વાંકાનેર કુવાડવા વિધાનસભાના ધારાસભ્યને પત્ર લખી સમગ્ર ગુજરાતમાં આવેલ ગૌ શાળા અને પાંજરાપોળને ગાય દીઠ આપવામાં આવતી સબસીડીમાં વધારો કરવાની માંગ કરી હતી. જેથી ધારાસભ્ય એ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખી ગાય દીઠ દૈનિક આપવામાં આવતી સબસીડીમાં વધારો કરવાની માંગ કરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર કુવાડવા વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર કાંતિલાલ સોમાણીએ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને ગૌશાળાને પાંજરાપોળને પ્રત્યેક પશુદીઠ કાયમી દૈનિક સબસીડી પેટે રૃપિયા ૩૦ માંથી ૧૦૦ રૂપિયા કરવા માટેની માંગણી કરી છે. રાજકોટ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ દ્વારા ધારાસભ્યોને તા. ૩૦/૧૨/૨૦૨૪ ના રોજ સબસીડી વધારવા રજૂઆત કરી હતી અને સમગ્ર ગુજરાતની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પ્રત્યેક પશુદીઠ સબસીડીમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેને લઇને ધારાસભ્યએ કૃષિ મંત્રીને પત્ર લખી સહાયમાં વધારો કરવા માટેની રજુઆત કરી છે.