દુકાન ભાડે આપી ભાડા-કરાર ન કરનાર દુકાન-માલીક તેમજ પરપ્રાંતિય મજૂરોની વિગતો એપમાં રજીસ્ટર ન કરનાર એમ બે આરોપીઓ સામે તાલુકા પોલીસની કાર્યવાહી.
મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા વધુ બે ઈસમો સામે જાહેરનામા અંગેના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ટીંબડી ગામ નજીક ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં શ્રી રામદેવ મોબાઇલ નામની દુકાન પરપ્રાંતિય વ્યક્તિને ભાડે આપનાર દુકાન માલીકે નિયત સમય મર્યાદામાં ભાડા કરાર નહી કરાવી ભાડુઆતની સ્થાનીક પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોય જેથી આરોપી વિક્રમભાઈ ધીરૂભાઇ ચાવડા રહે.છાત્રાલય રોડ આંબાવાડી પાર્કવાળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ ટોકન આર્ટ નામના કારખાનામાં આરોપી રવીભાઈ પ્રાણજીવનભાઈ કાસુન્દ્રા ઉવ-૨૮ રહે-મોરબી રવાપર રોડ ૬૦૧-પેસીફીક હાઇટસ પ્રમુખ રેસીડેન્સીવાળાએ પોતાના કારખાનામા કુલ-૦૪ પરપ્રાંતિય મજુરોને મજુરી કામે રાખી મજુરોના ડોક્યુમેન્ટ સહીતની જાહેર નામાની વિગતોની માહીતી મોરબી એસસ્યુર્ડ એપ્લીકેશનમાં સબમીટ કે ડોક્યુમેન્ટ પોતાની પાસે નહીં રાખી તેમજ પોલીસ સ્ટેશન ખાતે જાણ નહીં કરતા ઉપરોક્ત આરોપી સામે બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.