Monday, April 21, 2025
HomeGujaratધ્રાંગધ્રા તાલુકા પોલીસે કંટાવા સીમ વિસ્તારમા દરોડો પાડી ગેરકાયદેસર રાખેલ કેમીકલનો જથ્થો...

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે કંટાવા સીમ વિસ્તારમા દરોડો પાડી ગેરકાયદેસર રાખેલ કેમીકલનો જથ્થો પકડી પાડયો

ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંટાવા સીમ વિસ્તાર આવેલ ગૌતમભાઇ ભીમાભાઇ ભરવાડની વાડીમાં આવેલ ઓરડીમાં રેઇડ કરી કેમીકલ પ્રવાહીનો જથ્થો ભરેલ આખા બેરલ નં ૬ કેમિકલ આશરે- ૧૨૦૦ કીલો ગણી તેમજ અડધા ભરેલ બેરલ નંગ-૦૬ માં કેમિકલ આશરે ૬૦૦ કિલો ગણી જે બેરલોમાંનુ કુલ ૧૮૦૦ લીટર કેમિકલ ગણી જે પ્રતિ કિલોની કિંમત રૂ.૧૧૧/- લેખે કુલ રૂ.૧,૯૯,૮૦૦/- ના કેમિકલ સહિતનો કુલ રૂ. ૩,૩૦,૦૭૦/-ના મુદામાલ કબ્જે કરી હાજર મળી નહિ આવેલ વાડી માલિક વિશાલસિંહ ફતેસિંહ જાડેજા હાલ રહે. ધ્રાંગધ્રા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કંટાવા સીમ વિસ્તાર ગૌતમભાઇ ભીમાભાઇ ભરવાડની વાડીમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે કેમીકલ પ્રવાહીનો જથ્થો ભરેલ ૬ નંગ બેરલોમાં આશરે-૧૨૦૦ કીલો કેમિકલ ગણી તેમજ અડધા ભરેલ ૬ નંગ બેરલમાં કેમિકલ આશરે- ૬૦૦ કિલો ગણી જે બેરલોમાં કુલ ૧૮૦૦ લીટર કેમિકલ ગણી જે પ્રતિ કિલોની કિંમત રૂ.૧૧૧/- લેખે ગણી કુલ રૂ.૧,૯૯,૮૦૦/-, આજુબાજુમાં વાદળી તથા પીળા કલરના ૩૦ લીટર વાળા કેરબા નંગ-૪૩ જે કેરબાઓ માંથી કુલ ૩૯ નંગ કેરબા ભરેલ હતા. જે કેમિકલ આશરે ૧૧૭૦ કિલો પ્રતિ કિલોની કિંમત રૂ.૧૧૧/- લેખે કુલ કિંમત રૂ.૧,૨૯,૮૭૦/-, તેમજ ૩૦ લીટરના ખાલી કેરબા નંગ-૦૪ કિંમત રૂ.૪૦૦/- ગણી કુલ કિંમત રૂ.૩,૩૦,૦૭૦/-ના મુદામાલ કેમિકલ પોતાના કબ્જા હવાલા વાળી વાડીએ રાખેલ ગેર કાયદેસર જથ્થો પકડી પાડયો હતો. જે કેમિકલ સળગી ઊઠે તેવા જવલનશીલ કેમીકલ હોવાનું જાણતા હોવા છતા બહાર કાઢતી વખતે તેની હેરફેર અંગે કોઇ પણ પ્રકારની સાવચેતી નહી રાખી માનવ જીવનને જોખમમાં મૂક્યું હતું. તેમજ આગ કે અકસ્માત થાય કે હાની થવાની પુરતી સંભાવના હોવા છતા પોતે કોઇ અગ્નિ શામક રેતી કે અન્ય કોઇ સેફટીના સાધનો ન રાખી ગેર કાયદેસર રીત આરોપીએ પોતાની તથા અન્યોની જીંદગી જોખમમાં મુકતાં બેદરકારી બદલ રેઇડ કરી હાજર નહી મળી આવતા વાડી માલિક વિશાલસિંહ ફતેસિંહ જાડેજા હાલ રહે. ધ્રાંગધ્રા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!