Thursday, December 26, 2024
HomeGujaratમોરબી તાલુકા સેવા સદન ખાતે ફોર્મ ચકાસણી સમયે માથાકૂટ : ભાજપ કોંગ્રેસ...

મોરબી તાલુકા સેવા સદન ખાતે ફોર્મ ચકાસણી સમયે માથાકૂટ : ભાજપ કોંગ્રેસ વચ્ચે છૂટા હાથની મારામારી

પાલિકાના વોર્ડ ન.૧ ના ઉમેદવાર દેવા અવાડીયા અને કોંગ્રેસ કાર્યકર કનું લાડવા વચ્ચે છૂટા હાથની મારામારી :પ્રચાર કરવા બાબતે થયેલી માથાકૂટ પોલીસ મથકે પહોંચી : પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર રાજકીય મોટા માથાઓના ફોન રણકવા લાગ્યા

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકા વોર્ડ એક ના ઉમેદવારો વચ્ચે છુટા હાથની મારામારી ની ઘટના થઈ છે જેમાં આજે મોરબી તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે મારામારી થઈ છે જેમાં ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે છુટા હાથની મારામારી થઈ છે ત્યારે મોરબી તાલુકા સેવા સદન ખાતે થયેલી મારામારીમાં ફરજ પરની પોલીસે વચ્ચે પડી બંને ને છોડાવ્યા હતા જેથી મામલો વધુ ગરમાયો ન હતો જો કે ઘટનાને પગલે ભાજપ કોંગ્રેસના આગેવાનો પહોંચી ગયા હતાં બાદમાં બન્ને ને બી ડિવિઝન પોલીસ મથકે લઈ આગળની પોલીસ તપાસ શરૂ કરી છે જેમાં મોરબીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે માથાકૂટ નો મામલે મોરબી પ્રાંત અધિકારીએ મીડિયા સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું હાલ પોલીસે મારામારી ના મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી છે ત્યારે પોતાની સત્તા માટે આ રીતે થયેલી માથાકૂટ કેટલી હદે યોગ્ય એ પણ મોટો સવાલ છે.જો કે આ ઘટના ના પગલે ભાજપ કોંગ્રેસના મોટા ગજાના નેતાઓના ફોન પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પર રણકયા હતાં હાલ આ ઘટના સમયે જો પોલીસ હાજર ન હોત તો મામલો ગંભીર રૂપ ધારણ કરી લેત તેમાં કોઈ શંકાને સ્થાન નથી.હાલ આ મામલે મોરબી એસપી એસ આર ઓડેદરાએ જો ભોગબનનાર દ્વારા ફરિયાદ નોધાંવવામાં આવશે તો કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યારે ચૂૂંટણી સમયે આચાર સંહિતા અમલમાં છે ત્યારે ચૂંટણી અધિકારીએ મૌન સેવી અને બધું પોલીસ પર ઢોળી દીધું છે જો કે આવા બનાવોમાં ચૂંટણી અધિકારી જાતેજ ફરિયાદી બને છે ત્યારે આ મામલે શુ ઘી ના ઠામમાં ધી પડી જાય છે કે પછી સામાન્ય માણસ સાથે થાય તેવી જ કાર્યવાહી થશે એ આગામી સમય જ બતાવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!