Friday, December 27, 2024
HomeGujaratમોરબીના લાતી પ્લોટમાં ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા બાઈકસવારનાં હાથ પર ટ્રકનું વ્હીલ...

મોરબીના લાતી પ્લોટમાં ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા બાઈકસવારનાં હાથ પર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું, ગુન્હો નોંધાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી લાતી પ્લોટ શેરી નંબર-૫ નાં ચાર રસ્તા પર કૃષ્ણકુમાર ઉર્ફે સોનુભાઈ સીતારામભાઈ શર્મા (ઉ.વ.૩૨, રહે. વાવડી રોડ, મારુતિ નગર) પોતાના બાઇક નંબર જીજે-૦૩-એચએન-૯૯૬૯ પર પસાર થઇ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે-૧૫-એટી-૫૩૪૭ના ચાલકે ઓવરસ્પીડમાં ટ્રક ચલાવી યુવકને હડફેટે લીધો હતો. આથી બાઈકચાલક યુવાન નીચે પટકાયો હતો. આ દરમ્યાન યુવકના ડાબા હાથ પરથી ટ્રકનું વ્હિલ ફરી વળતા ગંભીર ઇજા સાથે યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર નાસી છૂટયો હતો. ઘાયલ યુવકે મોરબી સીટી. એ. ડીવી. પો. સ્ટે.માં બનાવની ફરિયાદ નોંધાવતા પોલિસ હેડ કોન્સ્ટેબલ એચ. યુ. ગોહિલે નાસી છૂટેલા ટ્રક ડ્રાઈવરને ટ્રકના નંબરને આધારે ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!