Monday, April 7, 2025
HomeGujaratમોરબી સીમા જાગરણ મંચ દ્વારા રાષ્ટ્ર આરાધના કાર્યક્રમ યોજવામા આવ્યો, બાળકોને અનેક...

મોરબી સીમા જાગરણ મંચ દ્વારા રાષ્ટ્ર આરાધના કાર્યક્રમ યોજવામા આવ્યો, બાળકોને અનેક માહિતી આપવામાં આવી

મોરબી સીમા જાગરણ મંચ દ્વારા રાષ્ટ્ર આરાધન” વિષય પર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગના સંઘચાલક ડો. સંજીવભાઈ ઓઝા ઉપસ્થિત રહયા હતા. સાથે જ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લાના DYSP પ્રતિપાલસિંહ ઝાલા, જયદિપ એન્ડ કંપનીના દિલુભા જાડેજા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોરબી જીલ્લા કાર્યવાહ મિલનભાઈ પૈડા, કાર્યક્રમના સૌજન્ય વિનોદભાઈ સનારિયા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકોટ વિભાગના ધર્મ જાગરણના સહ સંયોજક જસ્મીનભાઈ હિંસુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમમાં બાળકોને અલગ અલગ વિષયોને લઇને માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

સીમા જાગરણ મંચ મોરબી દ્વારા આજરોજ “રાષ્ટ્ર આરાધન” વિષય પર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગના સંઘચાલક ડો. સંજીવભાઈ ઓઝા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લાના DYSP પ્રતિપાલસિંહ ઝાલા, જયદિપ એન્ડ કંપનીના દિલુભા જાડેજા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોરબી જીલ્લા કાર્યવાહ મિલનભાઈ પૈડા, કાર્યક્રમના સૌજન્ય વિનોદભાઈ સનારિયા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકોટ વિભાગના ધર્મ જાગરણ ના સહ સંયોજક જસ્મીનભાઈ હિંસુ ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોએ દિપ પ્રાગટયથી કરી હતી. સીમા જાગરણ મંચ મોરબીના મહામંત્રી પ્રસાદભાઈ ગોરીયા દ્વારા કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરવામાં આવી ત્યારબાદ મોરબી જિલ્લા DYSP પ્રતિપાલ સિંહ ઝાલા સાહેબ દ્વારા (3P) people, Place અને Problem ની વાત તેમજ ઈન્ટરનલ સિકયુરિટી અંગે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુણસાગર દાસજી સ્વામિ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા સંજીવભાઈ ઓઝા દ્વારા સીમા જાગરણ મંચના કાર્યો તથા રાષ્ટ્ર નિર્માણમાં એક નાગરીક તરીકેના કર્તવ્યો અંગે વિસ્તૃત વાત કરવામાં આવી હતી… સીમા જાગરણ મંચ મોરબી જિલ્લાના સદસ્ય અને આ કાર્યક્રમના સંયોજક રમેશભાઈ કૈલા દ્વારા કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી હતી. જે કાર્યક્રમ નું સફળ સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત સદસ્ય હિરેનભાઈ વિડજા, રાજેશભાઈ એરણીયા, સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા યુવા આયામ પ્રમુખ અને આ કાર્યક્રમના સહસંયોજક આર્યનભાઈ ત્રિવેદી, સીમા જાગરણ મંચ મોરબી નગરના મહામંત્રી બીપીનભાઈ અઘારા, મોરબી નગરના મંત્રી હિરેનભાઈ સીણોજીયા, મોરબી જિલ્લા સદસ્ય મિલનભાઈ વ્યાસ અને કિશનભાઈ ગોગરાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!