Wednesday, April 16, 2025
HomeGujaratભાજપના સ્થાપના દિવસ નિમિતે ટંકારા પડધરી વિસ્તારના કર્મનિષ્ઠ કાર્યકરોનું સન્માન કરાયું: કાર્યકર્તાઓને...

ભાજપના સ્થાપના દિવસ નિમિતે ટંકારા પડધરી વિસ્તારના કર્મનિષ્ઠ કાર્યકરોનું સન્માન કરાયું: કાર્યકર્તાઓને લોકો વચ્ચે રહેવા અપાયો સંદેશ

મોરબી ખાતે આજે ટંકારા-પડધરી વિધાનસભાના સક્રિય કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું હતું.જેમાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

         

ભારતીય જનતા પાર્ટીના 46માં સ્થાપના દિન નિમિત્તે મોરબીના મહર્ષિ ટેક્સટાઇલ ખાતે ટંકારા- પડધરી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું.

       

જે સંમેલનમાં આર.સી.ફળદુ, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.

તેમના દ્વારા તમામ કાર્યકર્તાઓને પક્ષ વતી પ્રજા માટે શક્ય તેટલા કામ કરી પ્રજા વચ્ચે જ રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!