મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબીના મહેન્દ્રનગરમાં ઉગમણા દરવાજો શીતળામાતાજી વિસ્તારમાં દશામાના મંદિરની બાજુમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ત્રણ આરોપીઓ ગુણવંતભાઇ ભગવાનભાઇ મારવણીયા, કિશોરભાઇ જયંતિભાઇ કાચરોલા, મહાદેવભાઇ જીવરાજભાઇ અધારાને રોકડા રૂ.૩,૧૦૦/- સાથે ઝડપી લીધા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


                                    






