Friday, December 27, 2024
HomeGujaratટંકારાના ઘુંનડા (સ.) ગામે ભેદી રોગથી અસંખ્ય ઘેટાંના મોત થતા માલધારીઓમાં ચિંતાનું...

ટંકારાના ઘુંનડા (સ.) ગામે ભેદી રોગથી અસંખ્ય ઘેટાંના મોત થતા માલધારીઓમાં ચિંતાનું મોજું : અંધશ્રદ્ધા કારણભૂત !!!

છેલ્લા કેટલાક દિવસોથી ઘેટાના આ જ રીતે મોત થઈ રહ્યા છે પરંતુ ગ્રામજનોએ અંધશ્રદ્ધામાં રહી કોઈ જાણ ન કરી જેના લીધે આવડી મોટી સંખ્યામાં માલઢોરના મોત થયા : વેટરનરી ડોકટર : ટંકારા પોલીસે આવી મૃતદેહોને સગેવગે કરવા અને રોગ વધુ ન ફેલાય એ માટે કવાયત હાથ ધરી.

- Advertisement -
- Advertisement -

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા ઘુંનડા (સ.) ગામે છેલ્લા કેટલાંક સમયથી ઘેટાઓના મોત થઈ રહ્યા છે જેમાં એક પછી એક ઘેટા ભેદી રોગના લીધે મોત થયા છે ત્યારે આજે એક સાથે 30 થી વધુ ઘેટાઓના મોત નિપજતા માલધારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આજ દિન સુધીમાં આ ગામે 200થી વધુ ઘેટાઓના મોત નીપજ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું જો કે આ બાબતની જાણ થતાં ની સાથે જ વેટરનરી ડો.કાલરીયાની ટિમ ઘટના સ્થળે પહોંચી અને આ રોગ શી ફાર્મ એટલે કે શીતળા રોગ હોવાનું સામે આવ્યું હતું જેના કારણે ચેપી રોગ ફેલાઈ ગયો હતો તો બીજી બાજુ ગ્રામજનોએ પણ ઘેટાને આ રોગને અંધશ્રદ્ધાના ખપાવતા આટલી મોટી સંખ્યામાં ઘેટાના મોત નીપજ્યા હોવાનું ડોક્ટરે જણાવ્યું છે હાલ 600 જેટલા ઘેટાની વેકસીન હોય તમામ ઘેટાઓને આ રસી મુકવા કવાયત હાથ ધરી છે તો બીજી બાજુ ટંકારા પીએસઆઇ બી ડી પરમારનો ટિમ પણ ઘટના સ્થળે પહોંચી અને આ ઘેટાના મૃતદેહને સગેવગે કરવા અને અન્ય જગ્યાએ આ રોગ વધુ ન ફેલાય એ માટે કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!