બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના લજાઇ ગામ પાસે આવેલ લીંબાભાઇ પરસોત્તમભાઇ મસોતની વાડીએ રમેશભાઈ પરસોત્તમભાઈ કગથરા (ઉ.વ.૫૦) કૂવાના કાંઠે મુકવામાં આવેલ પાણીની મોટર ચાલુ કરવા માટે ગયા હતા. ત્યારે અકસ્માતે કુવાની અંદર પડી જતાં પાણીમાં ડૂબી જવાથી રમેશભાઈ કગથરાનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને રમેશભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આઈ. ટી. જામે હાથ ધરી છે.


                                    






