મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી કે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે આવી રહ્યો છે. જે બાતમીના આધારે ઇસમને મોરબી મકરાણીવાસ નદીના કાંઠે રોડ પર અટક કરી વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા તેની પાસેથી મળી આવેલ મોટરસાયકલ ઉપરાંત અન્ય બે મોટરસાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. આમ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ચોરાઉ ત્રણ મોટર સાઇકલ કિંમત રૂ. ૯૫,૦૦૦ સાથે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી (IPS)ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેકટર આર.એસ.પટેલે મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપ્યું હતું. તે મુજબ મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટી.વી. કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ કપીલભાઇ ગુર્જર, પોલીસ કોન્સ્ટેબલ જયદીપભાઇ ગઢવીને ખાનગી બાતમી મળી કે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે આવે છે. જે ઇસમને મોરબી મકરાણીવાસ નદીના કાંઠે રોડ ઉપરથી મળી આવતા તેને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા તેની પાસેથી મળી આવેલ મોટરસાયકલ ઉપરાંત અન્ય બે મોટરસાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. તેથી ત્રણેય મોટર સાયકલ મેળવી તેના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા હિરોહોન્ડા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૨૯૩/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩(૨) હેઠળનું ચોરીનુ હોવાનું જણાતા આરોપી મનોજભાઈ વરસીંગભાઈ જહાંચીયાની
અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી… આમ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૨૯૩/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) હેઠળ ગુન્હા ડીટેકટ કરવામાં આવ્યો છે. તેમજ અન્ય બે મળી આવેલ મોટરસાયકલ તેને મોરબી પાડાપુલ નીચે થી રવીવારી બજાર ભરાય છે ત્યાંથી ચોરી કરેલાની કબુલાત આપી હતું. આમ, ત્રણ મોટર સાયકલ કિંમત રૂ. ૯૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર, જે.સી.ગોહીલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સવજીભાઇ દાફડા એ.એસ.આઇ, કિશોરભાઇ મિયાત્રા એ.એસ.આઇ, વિજયદાન ગઢવી એ.એસ.આઇ, હિતેષભાઇ ચાવડા પોલીસ હેડ કોન્સ્ટેબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ, કપીલભાઇ ગુર્જર પોલીસ કોન્સ્ટેબલ, જયદીપભાઇ ગઢવી પોલીસ કોન્સ્ટેબલ, અશ્વનસિંહ સુર પોલીસ કોન્સ્ટેબલ અને રવીભાઇ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી