Tuesday, December 3, 2024
HomeGujaratAhmedabadવડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૨ મી માર્ચે બનશે અમદાવાદના મહેમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૨ મી માર્ચે બનશે અમદાવાદના મહેમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૨ મી માર્ચે બનશે અમદાવાદના મહેમાન : આઝાદીના 74 વર્ષ પૂર્ણ થતાં 21 મી દાંડીયાત્રા કાઢશે : સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ પછી પીએમની પ્રથમ મુલાકાત ગુજરાત માટે ફળદાયી નિવડે તેવી શક્યતાઓ

- Advertisement -
- Advertisement -

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓની ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રથમ વખત આવી રહ્યા છે ત્યારે ગુજરાત માટે અનોખી જાહેરાતો પણ કરે તેવી પ્રબળ શકયતાઓ સેવાઇ રહી છે : આઈબી અને પોલીસ તંત્ર અલર્ટ

પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત આવનાર છે ત્યારે આ પ્રવાસ એક દિવસીનો રહેશે તેવી માહિતી હાલ સુત્રોમાંથી મળી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મી માર્ચે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેશે કેમ ભારતને આઝાદી મળ્યા ને 74 વર્ષ પૂર્ણ થતાં ૭૫ મા વર્ષ ની ઉજવણી સ્વરૂપે ગુજરાતમા ૨૧ દિવસીય 21 દિવસીય દાંડી યાત્રા કાઢવામાં આવશે આ દાંડી યાત્રાને પીએમ નરેન્દ્ર મોદી ૧૨ મી માર્ચે સવાર ના સમયે દાંડી યાત્રા ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે જેમાં તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો દાંડી યાત્રામાં જોડાશે જેમાં કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ , સ્મૃતિ ઇરાની , હર્ષવર્ધન સહિત ગુજરાતના સીએમ, ડે.સીએમ અને પ્રધાનો પણ અલગ અલગ સમયે દાંડી યાત્રા મા જોડાશે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી ગાંધીજી એ કાઢેલી દાંડી યાત્રા ને આપશે ગ્લોબલ સ્વરૂપ સાથે જ દેશ- વિદેશ નુ મિડીયા પણ આ યાત્રા મા જોડાશે જ્યારે અમદાવાદ ના સાબરમતી આશ્રમ નુ ડેવલપમેન્ટ – એપીએમ નરેન્દ્ર મોદી નો ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે છે અને આ ડ્રીમ પ્રોજેકટ ને લઇને પીએમ મોદીની આ વિઝિટ ધણી અગત્યની ગણવામાં આવી રહી છે ત્યારે આ ડ્રિમ પ્રોજેક્ટ સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટ નો માસ્ટર પ્લાનને કેન્દ્ર ની મંજૂરી બાદ આ પ્રોજેકટ આગળ વધારાશે સાથે જ આ મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી નવી ટીપી બહાર પડશે, રોડ રસ્તા અને અન્ય સુવિધાઓ મુદ્દે વિચારણા શરુ કરી અંદાજે ૧૦૦૦ કરોડ ના ખર્ચે હાથ ધરાશે ગાંધી આશ્રમ નો વિકાસ કરવામાં આવશે જેનું તમામ ફંડ કેંદ્ર સરકાર આપશે ગુજરાત મુલાકાત દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી આ મુદ્દે રાજ્ય સરકાર સાથે કરી ચર્ચા કરશે ત્યારે સ્થાનિલ સ્વરાજની ઐતિહાસિક જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ગુજરાત માટે ફળદાયી નીવડે તેવી પ્રબળ શકયતાઓ સેવાઇ રહી છે તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ના સમાચાર સાથે જ દેશ અને રાજ્યનું આઈબી અનેંગૃહ વિભાગ પણ અલર્ટ થઈ ચૂક્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!