Monday, November 2, 2026
HomeGujaratમોરબીના રવીરાજ ચોકડી પાસે ટ્રક-ટ્રેલરની અડફેટે બોલેરો ચાલકનું મોત

મોરબીના રવીરાજ ચોકડી પાસે ટ્રક-ટ્રેલરની અડફેટે બોલેરો ચાલકનું મોત

રોડની સાઈડમાં ઊભેલી બોલેરો કારને પાછળથી ટ્રક-ટ્રેલરે મારી ટક્કર: કારમાં બેઠેલા શખ્સને ઇજા.

- Advertisement -
- Advertisement -

મોરબી-માળીયા હાઈવે પર રવીરાજ ચોકડીના પુલ પાસે રોડની સાઈડમાં ઊભેલી બોલેરો કારને પૂરઝડપે આવેલા ટ્રક-ટ્રેલરે પાછળથી હડફેટે લેતાં સુરેન્દ્રનગર જીલ્લાના કાળાસર ગામના રાણાભાઈ બાવળીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલા તેમના સંબંધીને મુઢ ઇજાઓ પહોંચી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના કાળાસર ગામના રાણાભાઈ નારણભાઈ બાવળીયા અને તેમના સંબંધી શૈલેષભાઈ સાબળીયા ગત તા. ૨૯/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે બોલેરો કાર રજી.નં. જીજે-૧૩-એડબ્લ્યુ-૧૧૫૧ માં શાકભાજી ભરી કાળાસરથી ભુજ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મોરબી-માળીયા નેશનલ હાઈવે પર રવીરાજ ચોકડીનો પુલ ઉતર્યા બાદ રાણાભાઈએ લઘુશંકા કરવા માટે બોલેરો કાર રોડની સાઈડમાં ઊભી રાખી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતર્યા હતા. તે સમયે કારમાં શૈલેષભાઈ બેઠા હતા.

આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા ટ્રક-ટ્રેલર રજી.નં. આરજે-૫૨-જીબી-૯૬૫૩ના ચાલકે બોલેરોને જોરદાર ટક્કર મારતાં બોલેરો રોડની બાજુમાં આવેલી ગટરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં રાણાભાઈને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે શૈલેષભાઈને મુઢ ઇજાઓ થઈ હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર હેમંતભાઈ બાવળીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક-ટ્રેલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!