Monday, November 2, 2026
HomeGujaratમોરબીના ટીંબડી પાટીયા પાસે ટ્ક ભાગીદારીના હિસાબ બાબતે ખૂની ખેલ: પિતાની નજર...

મોરબીના ટીંબડી પાટીયા પાસે ટ્ક ભાગીદારીના હિસાબ બાબતે ખૂની ખેલ: પિતાની નજર સામે યુવાન પર હુમલો, પુત્રને બચાવવા ગયેલા પિતાનું મોત:સાત વિરુદ્ધ ગુનો નોંધાયો

સાત શખ્સોએ સ્વીફ્ટ અને સ્કોર્પિયો કાર આતરી કાર પર પથ્થરમારો કરી ધારીયા-ધોકાથી હુમલો કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે અગાઉની ટ્રક ભાગીદારીના નાણાકીય હિસાબ અને સમાધાન બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ ફિલ્મીઢબે કાર આતરીને લોહિયાળ અકસ્માત અને ખૂની હુમલો કર્યાનીઘટના સામે આવી છે. આ હુમલામાં પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતા પર ઘાતક હથિયારથી જીવલેણ હુમલો કરાતા તેમનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ફરીયાદી જીગ્નેશભાઈ ખોડાભાઈ મુલાડીયા (ઉ.વ. ૩૭) તથા તેમના પરિવારજનો અને મિત્રો ગઇકાલે તારીખ ૦૧/૧૧/2026 ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં નેક્સન કાર લઈને ટીંબડી પાટીયા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અગાઉ ટ્રકની ભાગીદારીમાં અનિલભાઈ સાથે ચાલી રહેલી પૈસાની લેતી-દેતી બાબતે સમાધાન કરવા માટે આવેલા આરોપીઓએ રસ્તામાં સ્વીફ્ટ અને સ્કોર્પિયો કાર આતરીને ગાડી રોકાવી હતી.પથ્થરમારો અને ધારીયાથી હુમલો

આરોપીઓ દ્વારા સમાધાન બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઈને કાર પર છૂટા પથ્થરોનો ઘા કરી તોડફોડ કરવામાં આવી હતી, જેમાં કારમાં બેઠેલા રવીભાઈને નાકના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. આ દરમિયાન આરોપીઓ પાસે રહેલા ધારીયા અને ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીગ્નેશભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો.

જે દરમિયાન પુત્ર જીગ્નેશભાઈને ઝપાઝપી અને મારમાંથી છોડાવવા આવેલ તેમના પિતા ખોડાભાઈ જલાભાઈ વચ્ચે પડતા, આરોપીઓએ ઉશ્કેરાઈને તેમના કપાળના ભાગે ધારીયાનો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર ઇજાઓના કારણે લોહીલુહાણ થયેલા પિતા-પુત્ર અર્ધબેભાન થઈને નીચે પડી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તોને રાજકોટ તથા મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ખોડાભાઈનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), ૧૧૮(૨), ૧૦૩(૧), ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૦, ૧૯૧(૩), ૩૨૪(૪), ૩૫૧(૩), ૩૫૨ તથા જી.પી.એ. એક્ટની કલમ ૧૩૫ મુજબ ભાવેશભાઈ પરષોતમભાઈ બારૈયા, હીતેશભાઈ ઘનશ્યામભાઈ ઝંઝવાડીયા, સુરેશભાઈ, વિનોદભાઈ પરષોતમભાઈ બારૈયા, ભરતભાઈ પરષોતમભાઈ બારૈયા, દશરથભાઈ પરષોતમભાઈ બારૈયા અને હીરેન ઘનશ્યામભાઈ ઝંઝવાડીયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!