પીએચસી-રાજપર તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી
મોરબી : પીએચસી-રાજપર અને હેલ્થ અને વેલનેસ સેન્ટર-રવાપર ખાતે 60થી વધુ તથા 45થી 60 વર્ષના (કોમેર્બેડિટી) વાળા લોકોને કોરોનાની ગાઈડ લાઇનનું ધ્યાન રાખીને કોરોના રસીકરણની કામગીરી વિનામુલ્યે કરવામાં આવી હતી. જેમા મુખ્ય જીલ્લા અધિકારી ડો. જે .એમ. કતિરા, જીલ્લા રસીકરણ અધિકારી ડો. વી. એલ. કારોલિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા તથા રાજપર મેડીકલ ઓફિસર ડો. જાગૃતિ આર. ગાભંવાનાં માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર-રવાપરનાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રજ્ઞેશ બી. પટેલ, એચ. વી. ઝાલા, વેંકશીનેટર એસ. યું.વકાલીયા, જે. એમ. ખૌરજીય તથા વેંકશીનેટર ઓફિસર ભાવેશ બશિય તથા પી. એચ. શીંગાળા તેમજ અક્ષયગીરી ગોસાઈ સહીત આરોગ્ય સ્ટાફ દ્રારા લોકોને રસીકરણ કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી.
ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લામા સૌથી વધુ રવાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર 140 જેટલા લાભાર્થીઓએ કોરોનાની રસી મુકવામાં આવી છે. અઠવાડિયામાં બુધવાર,રવિવાર તથા જાહેર રાજાના દિવસો સિવાય હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-રવાપર ખાતે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી રસીકરણ કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.