Monday, December 23, 2024
HomeGujaratટંકારા : હાથ ઉછીના રૂપિયા પરત આપી દીધા છતાં આઠ શખ્સોનો કંન્સ્ટ્રકશનના...

ટંકારા : હાથ ઉછીના રૂપિયા પરત આપી દીધા છતાં આઠ શખ્સોનો કંન્સ્ટ્રકશનના ધંધાર્થી પર હુમલો, ફરિયાદ નોંધાઈ

મારામારીના આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રદિપભાઈ જયંતિલાલ બરાસરા (ઉવ ૩૨, ધંધો- કંન્સ્ટ્રકશન કામ, રહે. હાલ મોરબી રવાપર રોડ, નીતીન પાર્ક સોસાયટી, ચન્દ્રદીપ એપાર્ટમેંટ ફ્લેટ નં ૧૦૧, પહેલો માળ, મુળ રહે. નસીતપર ગામ, તા. ટંકારા) એ આરોપીઓ વિરમભાઈ રબારી, વરૂણભાઈ જીવણભાઈ જીલરીયા (રહે. બન્ને શકત શનાળા) તથા છ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપી પાસેથી ધંધા માટે હાથ ઉછીના રૂ. દોઢ લાખ લીધેલ હોય જે પરત આપી દીધેલ હોવા છતા આરોપીઓએ ફરીયાદી પાસે મોબાઈલ ફોનમા વધુ પૈસા આપવા સારૂ ધાક ધમકી ગાળો આપી અને ફરીયાદી તથા ગત તા. ૨૮ ના રોજ રાત્રીના સમયે લજાઈ ચોકડી પાસે ગુરૂકૃપા હોટલે બેઠા હોય ત્યાં આરોપીઓએ બે અલગ અલગ કારમા જઈ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી લાકડાના ધોકા જેવા હથીયાર ધારણ કરી ફરીયાદી તથા સાહેદ ગૌતમભાઈને લાકડાના ધોકાઓ વડે આડેધડ માર મારી ફરીયાદીને મુંઢ ઈજા તથા સાહેદ ગૌતમભાઈને હાથ પગ તથા કમરના મણકામાં ફેક્ચર જેવી ગંભીર તથા નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!