મોરબી: ભરણપોષણના કેસમાં રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે રહેલા શખ્સે વચગાળાના પેરોલ પર છૂટી સમયસર જેલમાં હાજર ન થતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફે બાતમીને આધારે ફરાર કેદીને વાંકાનેરથી દબોચીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા અશોકભાઈ જયંતીભાઈ તલસાણીયા (ઉં.વ.55)ને ફેમિલી કોર્ટે ભરણપોષણના એક કેસમાં 4 મહિના અને 15 દિવસની સજા ફટકારી હતી. રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપતા શખ્સે વચગાળાના જામીન પર છૂટીને સમયસર જેલમાં હાજર ન થતાં પેરોલ જમ્પ કરી હતી. આ કેદીને બાતમીના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસેની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી રાજકોટ સ્થિત મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ આદરી છે.
આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એમ. કોંઢીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી. જેઠવા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનસુખભાઈ દેગામડિયા, પ્રફુલભાઈ પરમાર, કિશોરભાઈ મિયાત્રા, પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરા, ચકુભાઈ કલોતરા, આશીફભાઇ રાઉમા, ભરતભાઈ હુંબલ, સંજયભાઈ બાલાસરા, સમરતસિંહ ઝાલા, ભાવેશભાઈ મિયાત્રા સહિતની સર્વેલન્સ ટીમનો સ્ટાફ રોકાયો હતો.