Tuesday, October 7, 2025
HomeGujaratશ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા શરદ પૂનમ, ભવ્ય રાસ-ગરબા...

શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા શરદ પૂનમ, ભવ્ય રાસ-ગરબા મહોત્સવ યોજાયો

શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબી દ્વારા દશનામ ગોસ્વામી સમાજ માટે શરદ પૂનમ, ભવ્ય રાસ-ગરબા મહોત્સવ યોજાયો હતો ત્યારે મોરબી શહેર તથા તાલુકાના ગામડાના વિસ્તારમાં રહેતા તમામ દશનામ ગોસ્વામી સમાજના પરિવારો એ બોહળી‌ સંખ્યામાં ભાઇઓ તથા બહેનોએ હાજરી આપી હતી

- Advertisement -
- Advertisement -

શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા તા.૦૪-૧૦-૨૦૨૫ ને શનિવારના રોજ રાત્રે ૮ થી ૧૨ કલાકે સાંઇ બાગ, ઉમા ટાઉનસીપ મેઈન ગેટ સામે, મોરબી-૨ ખાતે શરદ પૂનમ, રાસ-ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિટા ગોસ્વામી ગ્રુપે રાસ- ગરબાની રમઝટ બોલાવી હતી. લોકો મનમુકીને રમ્યા હતા. આ મહોત્સવમાં ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલ ખેલૈયાઓ ને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવીયા હતાં. સાથે આ રાસ- ગરબા મહોત્સવમાં સારૂં પરફોર્મન્સ આપનાર ભાઇઓ તથા બહેનો – ખેલૈયાઓ ઈનામ આવીયા હતાં.

આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો એ આયોજન ને બીરદાવી યુવક મંડળ ને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા

શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબી ના પ્રમુખ બળદેવગીરી દેવગીરી. ઉપપ્રમુખ નિતેષગીરી મનહરગીરી.

પુર્વ પ્રમુખો અમિતગીરી ગુણવંતગીરી તથા તેજસગીરી મગનગીરી તથા યુવક મંડળ ટીમ ભારે જહેમત ઉઠાવી હતી…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!