૧૦ ફોર્મ ભરાયા હતા ૬ એ પાછા ખેચ્યા: ધારાસભ્ય ગ્રુપ ની ખેતી બેંકમાં એન્ટ્રી.!
હળવદ: ધ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લિ. (ખેતી બેંક)ની ચૂંટણી તાજેતરમાં જાહેર થઈ હતી અને આ બેંકની ચૂંટણીમાં હળવદમાં બે પ્રતિનિધિ ની જગ્યા પર ૫ દાવેદારો એ ફોર્મ ભર્યા હતા જ્યારે ૨ સભ્યોની જગ્યા પર પણ ૫ દાવેદારો એ ફોર્મ ભર્યા હતા જો કે જે ફોર્મ ભર્યા હતા તે તમામ ભાજપના સમર્થકો હતા અને આખરે છેલ્લી ઘડીએ ૨ પ્રતિનિધિ જગ્યા પર અને ૨ સભ્યની જગ્યા બિનહરીફ જાહેર થઈ છે.
ખેતી બેંકમાં પ્રતિનિધિની બે જગ્યા પર ધીરુભા ઝાલા અને ઘનશ્યામભાઈ ગોહિલ બિન હરીફ થયા છે જ્યારે બે સભ્યની જગ્યા માં પણ ભરતભાઈ દલવાડી અને સુરેશભાઈ એરવાડીયા બિનહરીફ જાહેર થયા છે આમ ખેતી બેંકની ચૂંટણીમાં હળવદ ની સીટો બિનહરીફ જાહેર થઈ છે.