Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના ટ્રાફિકથી ધમધમતા જાહેરમાર્ગો પર આવારા તત્વોના ધૂમ સ્ટાઇલ ખેલ : બેખૌફ...

મોરબીના ટ્રાફિકથી ધમધમતા જાહેરમાર્ગો પર આવારા તત્વોના ધૂમ સ્ટાઇલ ખેલ : બેખૌફ બની પોતાની અને બીજાની જિંદગી જોખમાય તે રીતે બાઇક ઉપર સ્ટંટ કરી વીડિયો બનાવી વાયરલ કર્યો

માસ્ક પહેરીને બનાવાયેલ વિડીયો ક્યારે ઉતારાયો તે અંગે સવાલ : પોલીસ તપાસ શરૂ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી આવારા તત્વો ધૂમ સ્ટાઇલ બાઇક થી સ્ટંટ કરવાની ઘટનાઓ લોકોને નજરે પડે છે ત્યારે સોશિયલ મીડિયામાં એમએક્સ ટકાટક પ્લેટફોર્મ ઉપર મોરબીના યુવાનોએ જુદા જુદા ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગો ઉપર બાઈક અને મોપેડ રોકીને સ્ટંટ કર્યો હોવાનો વીડિયો વાયરલ કર્યા છે

તાજેતરમાં રાજકોટમાં બે યુવાનો રોડ ઉપર પોતાની કાર આડી રાખીને ગીત ગાતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના હજુ તાજી જ છે ત્યાં મોરબીના શનાળા રોડ ઉપર પણ એક ધૂમબાઇક ચાલકે વાહન રોકીને સ્ટંટ કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આવા વીડિયો એમએક્સ ટકાટક પ્લેટફોર્મ ઉપર જુદા જુદા આઈડી પરથી વાયરલ કરાયાં છે જે મોરબીના શનાળા રોડ ,રેલવે સ્ટેશન,નવલખી રોડ સહિતના વિસ્તારોમાં આ ગેંગ ખેલ કરતા હોય તેવું નજરે પડે છે આ વિડીયોમાં યુવાનો પોતાના મોપેડ અને ધૂમ બાઇક સ્ટાર્ટ કરીને જોખમી રીતે ગોળ ચક્કર લગાવે છે આ દરમિયાન રીક્ષા અને એસટી બસ સહિતના વાહનો બ્રેક લગાવીને ઉભા રહી જાય છે. યુવાનના આ સ્ટંટથી રોડ ઉપર ક્ષણભર ટ્રાફિક પણ સર્જાઈ છે.બાદમાં આ યુવાન બાઇક લઈને જોખમી રીતે કાવા લગાવી ત્યાંથી ફૂલ સ્પીડે ચાલ્યો જાય છે. આ સ્ટંટનો વીડિયો ત્યાં રોડ ઉપરની જ કોઈ દુકાનના ઉપરના માળેથી બીજા વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો છે.તો બીજા વિડીયો માં મોપેડ પરથી ગીત પર ડાન્સ કરતો યુવાન જોવા મળે છે ત્રીજા વીડિયોમાં એજ યુવાન ચાલુ મોપેડ પરથી રોડ પર ઉતરી સ્ટંટ કરતો જોવા મળે છે અને બાદમાં આ તમામ વીડિયો એમએક્સ ટકાટક નામની એપ્લિકેશનમાં અયાન મિયા નામની આઇડીમાંથી અપલોડ કરવામાં આવ્યા છે. હાલ તો આ યુવાન કોણ છે અને ક્યાં રહે છે. તે કોઈ વિગતો જાહેર થઈ નથી. પણ એ વાત ચોક્કસ છે કે રાજકોટની જેમ જ આ ઘટનાને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે માણસો આખા દિવસના થાકી અને માંડ પરિવાર અને બાળકો સાથે બહાર ટહેલવા નીકળતા હોય છે એ સમયે આવા આવારા તત્વો પણ પોતાના ખેલ કરવા બહાર છેલ્લા કેટલાક સમયથી નીકળે છે જેને લઈને લોકો ની મજા બગડી જાય છે ત્યારે મોરબી એસપી એસ આર ઓડેદરાએ મોરબી મિરર સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ તમામ આવારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ આવા તત્વો મોરબીની પ્રજાને જોવા મળે તો તે જે તે વિસ્તારમાં સંબંધિત પોલીસમથકમાં અથવા મોરબી જીલ્લા કન્ટ્રોલ રૂમ 02822 243478 પર સંપર્ક કરી શકે છે મોરબી પોલીસ ટિમ ત્વરીત ત્યાં પહોંચી આવા લુખ્ખાઓ ની શાન ઠેકાણે લાવશે હાલ આ વીડિયો બનાવનારા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવનારા તત્વોની તપાસ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!