Wednesday, December 10, 2025
HomeGujaratમોરબી મનપા ડેપ્યુટી કમિશનરની ક્લસ્ટર નં. ૬ની મુલાકાત સાથે વિશેષ સફાઈ ઝુંબેશ

મોરબી મનપા ડેપ્યુટી કમિશનરની ક્લસ્ટર નં. ૬ની મુલાકાત સાથે વિશેષ સફાઈ ઝુંબેશ

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરે ક્લસ્ટર નં. ૬ની મુલાકાત લઈ કામદારોની હાજરી અને ડોર ટુ ડોર કામગીરીની ચકાસણી કરી હતી, જ્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ સફાઈ ઝુંબેશનુઆયોજન કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને અસરકારક બનાવવા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત તા. ૦૧/૧૨/૨૦૨૫ના રોજ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરે ક્લસ્ટર નં. ૬ની રૂબરૂ મુલાકાત લઈ સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ક્લસ્ટર અંતર્ગત કાર્યરત કામદારોની હાજરીની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ રામઘાટ, ખાખરેચી દરવાજો અને મકરાણીવાસ વિસ્તારમાં આવેલ GVP પોઇન્ટની પણ સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત શહેરમાં ચાલી રહેલી ડોર ટુ ડોર કચરો સંગ્રહ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા અઠવાડિયાક ખાસ સફાઈ ઝુંબેશ અંતર્ગત તા. ૦૨/૧૨/૨૦૨૫ના રોજ શહેરના અનેક વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન રામ શ્યામ નગરથી મારુતિ સોસાયટી, નવલખી ફાટકથી રણછોડનગર નાકા સુધી, જંગલેશ્વર મહાદેવ મંદિરથી ભડિયાદ ગ્રામ પંચાયત વિસ્તાર, ગાંધી સોસાયટી મેઈન રોડ, સબ જેલ ચોક, અવની રોડ, શનાળા બાયપાસ રોડ તેમજ એસ.પી. રોડ સહિતના વિસ્તારોમાં વિશેષ સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!