અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી બાયપાસ ધર્મલાભ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ લાલજીભાઈ દેસાઈ (ઉં.વ.૪૪)એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક જીજે-૧૨-બીએક્સ-૦૦૫૮ ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે બેદરકારીથી માણસોની જીંદગી જોખમાઈ તેમ બેફિકરાઈથી ચલાવીને લીલાપર ગામ પાસે રાધેશ્યામ પેપરમીલ પાસે ફરીયાદી કિશોરભાઈના મોટર સાઈકલ ડ્રીમ યોગા નં. જીજે-૦૩-ઈપી-૧૯૩૩ ની સાથે પાછળથી ભટકાડી અકસ્માત કરી ફરીયાદીનાં જમણા પગ ઉપર ટ્રકનું આગળનું ડાબી સાઈડનું વ્હીલ જમણા પગ પર ચડાવી દઈ ફ્રેકચર જેવી ગંભીર ઈજા કરી ટ્રક મૂકી નાશી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરીયાદનાં આધારે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.