Wednesday, December 31, 2025
HomeGujaratમોરબી આરટીઓ અને ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા અજંતા કોટન ટંકારા ખાતે માર્ગ...

મોરબી આરટીઓ અને ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા અજંતા કોટન ટંકારા ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી RTO વિભાગના ઈન્સપેક્ટર આર. એ. જાડેજા દ્વારા અજંતા કોટન, ટંકારા ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે જ અહીં આવતા ટ્રેકટર, રિક્ષા, ટ્રક અને પિકઅપ સહિત ના વાહનો ને રેડિયમ લગાડવામાં આવ્યા હતા અને ડ્રાઇવરો ને રોડ સેફ્ટી અંગે સમજ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા મા માર્ગ અકસ્માતો ની સંખ્યા ઘટે તે માટે જિલ્લા માર્ગ સલામતી સમિતી ની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા સતત સક્રિય કાર્યક્રમો કરવામાં આવે છે. એપીએમસી, મોરબી ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પાકને લઈને ટ્રેક્ટર મારફતે અહી આવે છે.

આ દરમિયાન કોઈ અનિચ્છનીય માર્ગ અકસ્માત ન સર્જાય તે માટે ટ્રેક્ટર ચાલકો ને માર્ગ સલામતી અંગે નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ ઉપરાંત અહીં આવેલા લગભગ 43 જેટલા વાહનોમાં રેડિયમ લગાડવામાં આવ્યા હતા, જેથી રાત્રીના સમય દરમિયાન રસ્તા પર બીજા વાહનોને સરળતાથી ટ્રેક્ટર ટ્રોલીને જોઈ શકે અને અનિચ્છનિય ધટનાને રોકી શકાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!