ગરવી ગુજરાત પાર્ટીના મોરબી જીલ્લા મહામંત્રી તરીકે યુવા નેતા જયેશ સોમાણીની નિમણુંક કરવામાં આવી છે. તેમજ લોકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ, રોડ-રસ્તાના પ્રશ્નો, મોંઘવારી, ટ્રાફિક સમસ્યા, ખેડૂતના પ્રશ્નોનુ નિરાકરણ આવે તે માટે આગામી સમયમાં લોકદરબાર યોજવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.