મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં તા.૧૯/૦૩/૨૦૨૧નાં રોજ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું હતું. આ રમતોત્સવમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તથા મહિલા હેડ કોન્ટેબલ રેખાબેન બારૈયાએ ઉપસ્થિત રહી રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ જીવનમાં સ્પોર્ટ્સનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓએ જુદી-જુદી રમતોમાં જુસ્સા સાથે ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ડેનું સંચાલન સ્પોર્ટ્સ ટીચર ધાનીબેન ઓડેદરાએ કર્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સ્પોર્ટ્સ ડેને સફળ બનાવવા કોલેજ સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.