વાંકાનેર શહેરમાં ધાર્મિક વિડિયો ફોરવર્ડ કરવાની બાબતે વિવાદ ઉગ્ર બન્યો હતો. રાજકોટ રોડ પર વેપારીને ગાડીમાંથી બહાર કાઢી લાકડી અને લોખંડના પાઇપથી માર મારવામાં આવ્યો હતો. હાલ ભોગ બનનાર દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ધાર્મિક વિડિયો ફોરવર્ડ કરવાની બાબતે થયેલા હુમલા અંગે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી હુસેનભાઈ ઇબ્રાહિમભાઈ ગઢવારા ઉવ.૫૨ રહે. તીથવા રોડના માર્ગે વાંકાનેર વાળાએ આરોપી સાહિદહુસેન અમીયલભાઇ વકાલીયા રહે. રાજાવડલા, જુબેર ઇકબાલભાઇ તરકબાણ રહે.વાંકાનેર, લતિફ અમીયલભાઇ રહે.રાજાવડલા, સોયબ વારસી રહે.વાંકાનેર, હનિફ મતવો રહે.વાંકાનેર તથા સફિર અબ્બાસભાઇ ગઢવારા રહે.ટોળ તા.વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરીયાદી હુશેનભાઈને ઉપરોક્ત આરોપીઓએ પોતાના ધર્મના ખલીફાના વિડીઓના નંબર બાબતે ફરીયાદીએ વિડીઓ ફોરવર્ડ કરેલ હોય જે બાબતે આરોપીઓને સારૂ નહિ લાગતા તા. ૨૯/૧૨/૨૦૨૫ના રોજ સાંજના અરસામાં રાજકોટ રોડ પર રાજાવડલા રોડ બોર્ડ પાસે આરોપીઓએ ફરીયાદીને ગાડીમાંથી બહાર કાઢવાની કોશિશ કરી લાકડી તથા લોખંડના પાઇપ વડે શરીરના વિવિધ ભાગે માર માર્યો હતો, જેમાં ફરીયાદીને મુઢ ઇજાઓ પહોંચી હતી તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત આરોપીઓએ ફરીયાદીની દુકાને જઈ ટાટીયા ભાંગી નુકસાન પહોંચાડ્યું હતું અને ફરીયાદી માર મારવાની ધમકી આપી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









