મોરબી વાવડી રોડ વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકી વેચાણના ઇરાદે રાખી હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક યુવક તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળ કિશોરોને ૫૦ ચાઈનીઝ ફીરકી સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે વાવડી રોડ, નાની વાવડી મેલાબાપાના મંદિર પાસે રેઇડ કરી આરોપી જયદીપસિંહ જશવંતસિંહ ઝાલા ઉવ.૧૯ રહે.વાવડી રોડ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળ કિશોરોને પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકી (માંજો) નંગ-૫૦ કિ.રૂ.૨૦,૦૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ આરોપીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









