મોરબી નવલખી રોડ વિસ્તારમાં આવેલ મફતીયાપરામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની મળેલ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે રેઇડ કરી ચાર મહિલા સહિત પાંચ ઈસમોને ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૨,૮૦૦ રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબીના નવલખી રોડ, રણછોડનગર અમૃતપાર્ક પાછળના મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક રેઇડ કરી હતી. ત્યારે રેઇડ દરમ્યાન જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા લક્ષમણભાઇ દેવજીભાઇ સોલંકી ઉવ.૭૪, રજીયાબેન મહેબુબભાઇ સુમરા ઉવ.૩૦, રોશનબેન યુનુશભાઇ જુસબભાઇ સુમરા ઉવ.૪૮, રોશનબેન હસણભાઇ લાખાભાઇ સુમરા ઉવ.૨૩ અને છાયાબેન દીલીપભાઇ મોહનભાઇ કુઢીયા ઉવ.૨૬ રહે તમામ મોરબી વાળાને રોકડા રૂ. ૨,૮૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા છે. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









