મોરબી તાલુકા પોલીસે જુગારધારા હેઠળ અલગ અલગ બે સ્થળે રેઇડ કરી છે. જેમાં ભડીયાદ રોડ અને રફાળેશ્વર મંદિર પાછળ જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા બે ઈસમોને તાલુકા પોલીસે ઝડપી લઈ બંને પાસેથી રોકડ અને જુગાર સાહિત્ય જપ્ત કરી ગુનો નોંધ્યો છે.
મોરબી તાલુકા પોલીસ તથા એલ.સી.બી. મોરબી દ્વારા જુગારની રેઇડમાં અલગ અલગ બે સ્થળે જાહેરમાં નશીબ આધારિત વર્લી ફિચર્સના આંકડા લખી જુગાર રમતા બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રથમ બનાવમાં ભડીયાદ રોડ પર આવેલ “૨૨૨” નામના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા મકસુદભાઇ મુસાભાઇ ચૌહાણ ઉવ.૩૭ ને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી વર્લી ફિચર્સના આંકડા લખેલી ડાયરી, બોલપેન તથા રોકડ રૂ.૧,૨૫૦/- મળી કુલ રૂ.૧,૨૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં રફાળેશ્વર મંદિર પાછળ રેલ્વે ફાટક પાસે જાહેરમાં જુગાર રમતા રોહિતભાઇ જીતેશભાઇ કાંજીયા ઉવ.૨૫ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તેમની પાસેથી વર્લી ફિચર્સના આંકડા લખેલી ડાયરી, બોલપેન તથા રોકડ રૂ.૧,૪૦૦/- મળી કુલ રૂ.૧,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.









