મોરબીનાં સામાજિક કાર્યકરો દ્વારા આજ રોજ મનપા કમિશ્નરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી મહાનગરપાલીકા બન્યાને એક વર્ષ થયુ છે. પરંતુ શ્વાન પકડવાની એક ગાડી નથી વસાવી શકતા. તો આ અંગે ઘટતુ કરવા અને ડોગને પકડવાની ગાડી મોરબીમાં મુકવા સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરાઈ છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા સહિતનાઓ દ્વારા આજ રોજ મનપા કમિશ્નરને આવેદન પાઠવવામાં આવ્યું છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી મહાનગરપાલીકા બન્યાને એક વર્ષ થયુ છે. પરંતુ શ્વાન પકડવાની એક ગાડી નથી વસાવી શકતા. આ એગ ગંભીર પરિસ્થિતિ કહેવાય ગાયોને અને આખલાઓને પકડે છે તો શ્વાનોને કેમ નથી પકડતા શ્વાનોની ગાડી કેમ નથી આવતી ? મોરબી મહાનગરપાલીકાની અંદર ગ્રાઉન્ડમાં પણ શ્વાનો આટામારે છે તો શું કમિશ્નરને આની ખબર નથી? વર્ષ ૨૦૨૫ દરમિયાન મોરબીશહેરમાં કુલ ૪૫૭૯ ડોગ બાઈટના કેસ નોંધાયા છે. જયારે સમગ્ર વર્ષમાં આશરે 9000 થી વધુ કુતરાઓના બચકાના કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળે છે. અને સને ૨૦૨૬ ના આઠ-દસ દિવસમાં ૨૫૦ બોગ બાચકા ભરવાના નોંધાયા છે. સુપ્રિમકોર્ટ દ્વારા પણ શ્વાનોના આંતકને અંકુશમાં લેવા માટે રાજય સરકારોને જરૂરી પગલા લેવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમ છતાં મોરબી મહાનગરપાલીકા દ્વારા આ બાબતે કોઇ અસરકાર કામગીરી થતી નથી, મોરબી નરપાલીકા હતી. ત્યારે જેમ રખડતા શ્વાનો પકડવા માટે સ્ટાફ અને સાધનોનો અભાવ હતો. એ બેદરકારી આજે મહાનગરપાલીકા બન્યા બાદ પણ ચાલુ છે. મહાનગરપાલીકાને એક વર્ષ પુર્ણ થયુ તેની ઉજવણીમાં લાખો રૂપિયા જાહેર નાણા ખર્ચ કરવામાં આવ્યા છે. પરંતુ લોકોની જીવ સલામતી માટે સૌથી અગત્યની બાબત-રખડતા શ્વાનો પકડવા માટે જરૂરી સ્ટાલ સાધનો અને વાહનો-પલબ્ધ કરાવવામાં સદંતર નિષ્ફળ જોવા મળી રહી છે. નિયમ મુજબ રખડતા કુતરાઓને પકડીને તે જ સ્થળે રસીકરણ કરી ફરી છોડવાની પ્રક્રિયા અમલમાં લાવવાની હોય છે, પરંતુ મહાનગરપાલીકા પાસે તે માટે કોઈ વિશેધ તાલીમ પ્રાપ્ત સ્ટાફ જ નથી. પરિણામે આજે મોરબીના નાગરોકો કુતરાના આંતક સામે ભગવાન ભરોસે રહી ગયા છે. તાત્કાલી રખડતા કુતરાઓ પકડવાની ખાસ ટીમની નિમણુંક કરવામાં આવે જરૂરી સાધનો, વાહનો અને પ્રશિક્ષણ સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવે. સરકારી કચેરીઓ કોર્ટમાં, મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં પણ કુતરાઓ આટાફેરા કરતા જોવા મળે છે નાના બચ્ચા અને વૃધ્ધોને બચકા ભરી લે છે. આજુબાજુમાં હોસ્પીટલમાં પણ આવા કેસો જવા મળે છે. શહેર ભરમાં શેરી ગલીઓમાં વ્યાપક વેકસિનેશન તથા સ્ટરિલાઇઝેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવે ડોગ બાઈટના વધતા કેસોને ધ્યાનમાં રાખી ખાસ કંટ્રોલ રૂમ અને ફરીયાદ વ્યવસ્થા ઉભી કરવામાં આવે જો તાત્કાલીક પગલા નહીં લેવામાં આવે તો આગામી સમયમાં વધુ ગંભીર ઘટનાઓ સર્જા શકે છે. જેના માટે સંપુર્ણ જવાબદારી મહાનગરપાલીકાની રહેશે. તેમ સામાજિક કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું છે.









